ક્રોધ - Angry
ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે.
Anger (ક્રોધ) એ Danger (ભયાનક) થી એક જ શબ્દ પાછળ છે.
જ્યાં ક્રોધ હોય છે ત્યાં હમેશા દુખ હોય છે.
ક્રોધ એ એક લાગણી જ છે, જ્યાં શુધી એ તમારા કાબુ માં છે, પછી એ તમને ના ગમતા કર્યો કરાવે છે.
ગુસ્સામાં ઉડતા લોકો હમેશા ખરાબ રીતે પછડાતા હોય છે.
કામ ને ક્રોધના તોફાની પ્રવાહમાં વહેવાને બદલે જે એનો સંયમ કરે છે અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ કરે છે, તે જ સુખી થઈ શકે છે.
ક્રોધિત માણસનું મો ખુલ્લું અને આખો બંધ થઇ જાય છે.
ક્રોધ મુર્ખતામાં શરુ થાય છે, અને પશ્ચાતાપ માં પરિણમે છે.
ક્રોધ એ ઓછા સમયનું ગાંડપણ છે.
જયારે જયારે તમે ગુસ્સે થાવ છો ત્યારે ત્યારે તમે તમારા શરીરને ઝેર આપો છો.
ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપણી જાત ઉપર લેવા બરાબર છે.
ક્રોધ એ એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે.
ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!
ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે.
જો તમે ક્રોધની એક ક્ષણ શાંત રહો તો કેટલાયે વર્ષો સુધીના દુખથી દુર રહી શકો છો.
ક્રોધ એક ક્ષણિક ગાંડપણ છે. તેને વશ માં રાખો, નહીતર એ તમને વશ કરી દેશે.
ક્રોધ એ સમજણનો શત્રુ છે.
ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ આવે છે ત્યારે વિવકને નષ્ટ કરી નાખે છે.
ગુસ્સામાં કરેલું કોઈપણ કામ હમેશા પશ્ચાતાપમાં પરિણામે છે.
તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતા તમને વધુ દઝાડશે.
ક્રોધની દવા મોડું કરવામાં છે.
ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
ગુસ્સામાં ડાહ્યો માણસ પણ ડાહ્યો નથી રહેતો.
ક્રોધ કરનારો માણસ શાંત પડે છે ત્યારે પોતાની જાત ઉપર ફરી વાર ગુસ્સે થાય છે.
કેટલી નાની કે મોટી વસ્તુ થી લોકો ક્રોધિત થાય છે તેના પરથી તેનું માપ કાઢી શકાય છે.
ક્રોધના કારણ કરતા તેનું પરિણામ વધુ વેદનામય હોય છે.
ક્રોધ એસીડ જેવો છે, જે જેમાં રહેલો છે તેને પહેલા નુકશાન પહોચાડે છે.
જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામ નો વિચાર કરો.
પ્રોબ્લેમ્સ તરફ ગુસ્સો વાળવો શાણપણ છે, નહિ કે લોકો પર.
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.