જિંદગી | Life | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

જિંદગી - Life

જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.

જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.

જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

મુશ્કેલીનો સામનો કરવો તેનું નામ જિંદગી.

આપણે એવીરીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વધુ નહિ તો આપણને અવ્વલ મંજિલ પર પહોચાડનાર પણ અપની ચિતા પર બે આંસુ સારે.

તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.

જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે, તેને મેળવતા આવડવું જોઈએ.

જિંદગીએ ફૂલોની સેજ નથી પણ રણ-મેદાન છે.

જિંદગી છે એટલે જ ખુશી છે, અને પરિશ્રમ છે તો જ જિંદગી છે.

માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્વની નથી પણ મહત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે.

એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.

દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ...

શાયર બે કારણ થી લખે છે
        કાં તો કોઈ ને 'જોઈ' ને
        કાં તો કોઈ ને 'ખોઈ' ને

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.