વિવેક - Thrift
વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.
વિવેક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનના બધા જ કર્તવ્યોમાં તે આપણો પથદર્શક છે.
વિવેકનું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓળખવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે.
વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.
મનરૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
વિવેક-ભ્રષ્ટ મનુષ્યની દુર્ગતિ અવશ્ય થાય છે.
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
વિવેક-ભ્રષ્ટ મનુષ્યની દુર્ગતિ અવશ્ય થાય છે.
પોતાના વિવેકને પોતાનો શિક્ષક બનાવી લો, કર્મને વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી લો.
માનવીમાં લક્ષ્મી અને વિવેક બંને ભાગ્યે જ સાથે જોવા મળે છે.
હંમેશા પૂર્ણ વિવેકથી કામ લેવું, એ ભૌતિક બંધનોમાંથી છૂટવાનો રસ્તો છે.
વિવેક વિનાની વિદ્યાનું પરિણામ કેવળ શ્રમ હોય છે.