દુ:ખ | Cross | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દુ:ખ - Cross


દુ:ખ એ શક્તિ સંપાદન માટેની જ એક માનસ પ્રક્રિયા છે. એ અશક્તિ નથી કે અશક્તિ આણવા માટે પણ નથી.

તમારી સાચી સમજણને એક અંધારાનું પદ વીંટળાઈ વળ્યું છે, એ અંધકારના પડને કુદરત તમને જે શક્તિની બક્ષીસ કરે છે તેનું નામ જ દુ:ખ.

દુ:ખનું કારણ આપણી ચિતવૃત્તિઓનો પ્રભાવ જ છે.

દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.

દુ:ખ-સંકટની શાળામાં જ સાચી નીતિ-મત્તા જળવાઈ રહે છે.

ચાલુ સમૃદ્ધિની સ્થિતિ તો સદગુણો માટે ફક્ત રેતી રૂપ જ નીવડે છે.

દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.

સુખ સમૃદ્ધી નું ત્રાજવું કદી સાચું નથી હોતું, પોતાની તથા મિત્રોને તોલવાનું સાચું ત્રાજવું દુ:ખ-સંકટ જ છે.

સુખ અને દુ:ખ બંને અસ્થિર સ્વભાવના છે પણતેમાં દુ:ખનું આયુષ્ય સુખ કરતા ટૂંકું છે માટે દુ:ખ પડે ત્યારે ઘભરાઈ જવાની જરૂર નથી.

માનવ જીવનના અડધા ધુ:ખ, પરસ્પર દયા,પરોપકાર અને સહાનુભૂતિથી નિવારી શકાય.

હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી.

દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.

નસીબને લીફટમાં જવાની આદત છે...
અને પુરુષાથઁને પગથિયાં ચડવા પડે.

જીંદગીમાં એટલી 'સ્ટ્રગલ' તો કરી જ લેવી કે,
આપણા છોકરાંવને 'મોટીવેટ' કરવાં બીજાનાં 'એક્ઝામ્પલ' ન આપવાં પડે....!!!

લોહી રેડી તીરંગા ને બચાવે છે...
ધન્ય છે હર એક શહીદ જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.