મનુષ્ય । Human | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મનુષ્ય - Human

મનુષ્ય દુર્બલ્તાઓની પ્રતિમા છે, જેમાં દેવત્વ અને  દાનવત્વ બંનેનો સમાવેશ થાય છે.

ફક્ત  મનુષ્ય જ એવો જીવ છે જે હાસ્યની શક્તિથી સંપન્ન છે.

માનવી પંખીની જેમ હવામાં ઉડતા અને માછલીની જેમ તરતા શીખ્યો છે, હવે તેણે “માણસ” ની જેમ પૃથ્વી પર જીવતા શીખવાનું છે.

ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઇ શકતું નથી.

માનવીનું આંતરિક સત્વ એકમાત્ર અનંત તત્વની સર્જનાત્મક અને આધ્યાત્મિક શક્તિનો અંશ છે.

સારા માણસો વિનોદમાં જે બોલે છે તે પણ શિલાલેખ પર લખેલા અક્ષર સમાન છે.

માનવી નાનો છે પણ માનવતા મોટી છે.

વિવેકબુદ્ધિ અને સ્પષ્ટ વાણી એ બે બાબતોમાં માણસ પશુ કરતા ચઢિયાતો છે.

-ધૃણાસ્પદ કે  નિકૃષ્ટ કર્મોથી મનુષ્યનુ પતન થાય છે.

મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તેના  કર્મનું જ ફળ છે.

રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી. માણસના કર્મ જ તેની શોભા વધારે છે.

મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે.

મનુષ્યની ઓળખ કર્મોથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે.

અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટકતી, પણ પુરતી મહેનત થી મળેલી પ્રમાણસર આવક, જીવન ટકાવી રાખતી.

સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી, હમેશા વધારે આવતી હોય છે

હુ તો સૌને એટલુ કહીશ કે...........
       જેને તમને ઘોડીયે સાચવયા .....
       તેને તમે ખાટલે સાચવજો સાહેબ...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.