પરિવર્તન | Parivartan | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પરિવર્તન

જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે.

માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે.


પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે.

પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે.

એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ.

જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.

જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ?

માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ્વતંત્રતાનો સાચો અર્થ ભૂલી ગયા છીએ.

પરિવર્તન ત્યારે જ લાવી શકાય જયારે તેને અપનાવી લેવામાં આવે, તિરસ્કારથી કરવાથી મુક્તિ નહિ પરંતુ બળવો અને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દુર રાખવી જોઈએ.

એવું કહેવાય છે કે સમય બળવાન છે, સમય સાથે બધું બદલાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે આપણે બદલાઈ જઈએ છીએ અથવા આપણે જ તેને બદલવું પડે છે.

અહી વિરોધાભાસ એ છે કે આપણે આપણી જાતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ ત્યાર બાદ જ પરિવર્તન લાવી શકીએ છીએ.

જયારે ફરજીયાત અપનાવવું પડે એ પહેલા જ પરિવર્તન લાવવું જોઈએ. આપણી પ્રકૃતિ છે કે આપણે સહન કરવાની હદ સુધી સહન કરીએ છીએ અને આખરે પરિવર્તનનો સ્વીકાર કરીએ છીએ.

જ્ઞાન હૉય પણ એના પ્રમાણમા ઉપજાવ ના મળે તે જ્ઞાન શ્રાપ રૂપે ગણાય.

માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. 

સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.