ભલાઈ-પરોપકાર | Philanthropy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ભલાઈ-પરોપકાર


ભલાઈ જેટલી વધુ કરવામાં આવે છે તેટલી વધુ મળે છે.

ભલાઈ કરવી માનવનું અતિ ઉત્તમ કર્તવ્ય છે.

ફક્ત ભલાઈ રહી જાય છે,બાકી બધું નાશ પામે છે.

ભલાઈનો બદલો ભલાઈથી આપવો તે માનવતા છે.

જે બીજાનું ભલું કરે છે તેનું ભલું ખુદ ઈશ્વર કરે છે.

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે, કારણ કે ભલાઈ કર્મમાં હોઈ છે,પરિણામમાં નહિ.

જેવી રીતે નાના દીપકનો પ્રકાશ દુર સુધી પ્રસરે છે તેવી રીતે જ બૂરી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે.

પરોપકાર કરનારા સંત પુરુષો બદલાની આશા રાખતા નથી.

જે સજ્જનોના હૃદયમાં પરોપકાર કરવાનો ઉત્સાહ નિરંતર જાગ્રત રહે છે, તેમની વિપત્તિનો નાશ થાય છે અને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે.

માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.

એ સફળતાની "નિસરણી" શું કામની મિત્રો કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ "માણસાઈ" નીચે ઊતરી જાય ?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.