પ્રાર્થના | Prayer | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પ્રાર્થના - Prayer

પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.

પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે.

પ્રાર્થના આત્માનો ખોરાક છે.

પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઇ જનાર સંદેશવાહક.

પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.

પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

શબ્દો જેટલા ઓછા તેટલી પ્રાર્થના ઉત્તમ.

જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે.

આપણી અંદરની ગંદકીને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી.

સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુધ્ધ મન, અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

પ્રાર્થનાની અસર શી છે? આ પ્રશ્નનો જવાબ: જયારે મન અને વાણી એક થઈને કોઈ વસ્તુની માગણી કરે છે, ત્યારે તરત મળી જાય છે.

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી પણ,
કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે 
તો, એં સફળતા થી કઈ કમ પણ નથી.


ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુની ઝૂલ,
જિંદગી બનાવે કાયમ "એપ્રિલફૂલ"..!!

જાદુગરી ફક્ત અને ફક્ત એની જાગીર હતી,
એણે કાગળમાં વરસાદ દોર્યો ને અમે નહાયા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.