વીરતા - Brevity
વીરતા જ માનવીનો સૌથી ઉજ્જવળ ગુણ છે.વીરતામાં હંમેશા સુરક્ષા છે.
ભય ઉપર આત્માનો શાનદાર વિજય એ જ વીરતા છે.
આત્મવિશ્વાસ વીરતાનો સાર છે.
વીરતા મારવામાં નહિ પણ મરવામાં છે; કોઈની પ્રતિષ્ઠા ગુમાવવામાં નહિ પણ બચાવવામાં છે.
પ્રાણોના મોહનો ત્યાગ કરવો એ જ વીરતાનું રહસ્ય છે.
વિવેક વિનાની વીરતા મહાસમુદ્રની લહેરોમાં નાની હોડીની જેમ ડૂબી જાય છે.
સલામત જગાએથી વીરતા બતાવવી સહેલી છે.
વીરતા માત્ર તુલના પર આધારિત હોય છે.
વીરતા કહેવા અને જોવા માટેની વસ્તુ નથી, પણ સમય પર બતાવી આપવાની વસ્તુ છે.
સૌથી મોટો વીર પુરુષ સૌથી વધુ ક્ષમાવાન અને ઝઘડાથી દુર રહેવા પ્રયત્નશીલ રહે છે.
તમારી ભીતિઓને એકલા એકલા માણજો,પણ તમારી હિંમતની લહાણી કરતા રહેજો.
સાચી હિંમત ગમે તે જોખમ સામે ધસી જવામાં નહિ પરંતુ વાજબી કારણને વળગી રહેવામાં છે.
હિંમત અંતરમાંથી ઉભી થતી વસ્તુ છે, સંખ્યામાંથી નહિ.
શસ્ત્ર-યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરવાને બદલે આત્મવિજય કરવામાં વધુ વીરતા રહેલી છે.
જ્યાર શસ્ત્રનો ઘા શરીર પર લાગે છે ત્યારે જ વીરતાની કસોટી થાય છે.
પૈસો જાય છે ત્યારે કંઈક જાય છે, પ્રતિષ્ઠા જાય છે ત્યારે તેનાથી કંઈક વધારે જાય છે, અને હિંમત જાય છે ત્યારે સર્વસ્વ જતું રહે છે.
સર્વ પાપનું મૂળ વાણી દોષ છે. વાણીના ધા તીર અને તલવાર કરતાં વધારે વેધક હોય છે.
ઉતાવળ હંમેશાં કામને બગાડે છે.
માત્ર શારીરિક બળ એ શક્તિ નથી, આત્મબળ એ શક્તિ છે. રાવણ બળવાન હતો, શક્તિશાળી નહી.