શિક્ષણ | Education | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

શિક્ષણ - Education

અંતર્મુખતા જ સાચા શિક્ષણની શરૂઆત છે.

શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.

સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.

સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.

શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.

મૃત્યુ એટલે ચેતનાનો અંત; શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.

કેળવણી એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ.

વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.

કેળવણી પ્રાપ્ત કરવાના ત્રણ આધારસ્તંભો છે: વધારે નિરીક્ષણ કરવું, વધારે અનુભવ કરવો અને વધારે અભ્યાસ કરવો.

જીવનસંગ્રામમાં આવતી મુસીબતો સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.

આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.

સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે. 

-શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે.

સત્કર્મની  પેઢી  કદી  દેવાળું  કાઢતી  નથી.

કોઈ દાનવીરે દાન કરવાથી જ દેવાળું કાઢ્યું હોય એવું કદીબન્યું નથી.

‘હું’  અને  ‘મારું’  કરવા કરતાં  ‘આપણે’  અને  ‘આપણું’  કરવાથી જીવન વધારે સુખમય લાગે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.