હૃદય - Heart
હૃદયની કોઈ ભાષા નથી હોતી, હૃદય હૃદયથી વાતચીત કરે છે.હૃદય તલવારથી પણ વધારે શક્તિશાળી હોય છે.
જ્ઞાની પુરુષોનું હૃદય અરીસા જેવું હોય છે, જે કોઈ વસ્તુને દુષિત કાર્ય વગર એ જ સ્વરૂપે રજુ કરી દે છે.
જીવનની મહત્વની ચીજો એકત્ર કરવાનું શ્રષ્ઠ સ્થાન માનવ હૃદય છે.
તેજસ્વી ભાવના હૃદયને પવિત્ર, ઉન્નત અને દૈવી બનાવવાનો એક ઉપાય માત્ર છે.
હૈયું બાળવું એ કરતા હાથ બાળવા સારા.
મનુષ્યના હૃદયમાં દેવત્વ તો ક્યારેક જ જાગે છે, જયારે પશુત્વ કાયમ જાગેલું જ હોય છે.
માનવીના હૃદય કરતા મોટું કોઈ નથી.માનવીનું હૃદય જ બધા તીર્થોનું સ્થાન છે.
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટી સુંદરતાથી છવાઈ જાય છે.
કોમળતા હૃદયનો ધર્મ છે અને દુર્બળતા દેહનો ધર્મ છે.
કાયાને વજ્રથી પણ વધુ મજબુત બનાવો.અને હૃદયને પુષ્પથી પણ કોમળ બનાવો.
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય,
પરંતુ જેને પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ન કરો, ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું નથી તેની ચિંતામાં અત્યારથી જ અધમૂઆ ન થાઓ.
વિધા કામધેનું જેવી છે.વિદ્યાનું ફળ ઉતમ ચારિત્ર્ય અને સદાચાર છે.
જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.