નમ્રતા - Humility
નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે.
નમ્રતાનો અર્થ છે અહંભાવનો આત્યંતિક ક્ષય.
નમ્રતા જ્ઞાન નો માપદંડ છે.
નમ્રતા ખરેખર પરાક્રમનું ભૂષણ છે.
નમ્રતા અભિમાન ને ઓગાળી નાખે છે.
નમ્રતાની અસર ધૂર શુધ્જી જાય છે અને તેમાં કઈ પણ ખર્ચ થતો નથી.
નમ્રતા પત્થરને પણ મીણ બનાવી દે છે.
ધર્મનું સૌથી મહત્વનું તત્વ નમ્રતા છે.
મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે.
અભિમાન કરતા નમ્રતા મોટી છે.
માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા તપાસવી પડે છે.
દાની, જ્ઞાની, ત્યાગી, અને વેરાગી એ સૌની પાછળ નમ્રતા રહેલી છે.
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.