ખુશી | Joy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ખુશી - Joy


સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસથી આવતી નથી. મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઇ જાય છે.

દુન્વાઈ ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે.

પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.

પ્રસન્નતા આત્માનું સ્વાસ્થ્ય છે અને ગમગીની આત્માનું ઝેર છે.

પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે.

પ્રસન્ન ચિત વાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે.

જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણી શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.