કવિ - કવિતા - Poet Poem
કવિ આત્માનો ચિત્રકાર છે.હૃદયથી તો બધા માનવી કવિ જ હોય છે.
ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે તે કવિ.
કાવ્ય વિચારનું સંગીત છે, જે આપણા સુધી સંગીતમય વાણી રૂપે આવે છે.
કવિ એટલે મનનો માલિક, જેણે મનને જીત્યું નથી તે ઈશ્વરની સૃષ્ટીનું રહસ્ય સમજી શકતો નથી.
કવિ જયારે કવિતા લખે છે, ત્યારે તે અલૌકિક માનવી બની જાય છે.
કવિ વિપત્તિમાં જે કઈ શીખે છે, તેનો બોધ તેની કવિતામાં ઉતારી આવે છે.
શબ્દ કવિને અમર બનાવે છે, જયારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
કવિતા માનવતાની ઉચ્ચતમ અનુભૂતિની અભીભક્તિ છે.
કવિતા એક એવી સુરંગ છે, જેના દ્વારા માવવી એક વિશ્વને છોડીને બીજા વિશ્વમાં પ્રવેશ કરે છે.
ભાવના થી રંગાયેલી બુદ્ધી એજ કાવ્ય છે.
કવિતા એક એવી કલા છે, જેમાં કલ્પના શક્તિ વિવેક ના સહકાર વડે સત્ય અને આનંદનું સંમિશ્રણ કરે છે.
કવિતા ગહન હૃદયગમ્ય સત્યનો આલાપ છે.
કવિતાના શબ્દસંગીત દ્વારા ભાવનાના સંગીત માં મનુષ્ય ડૂબકી મારી શકે છે.
બાળપણમાં ગોદ આપનારને દગો ના આપશો.
દુશ્મન ને હઝાર મોકા આપો કે એ દોસ્ત બની જાય પરંતુ,
દોસ્ત ને ક્યારેય એવો મોકો ના આપો કે એ તમારો દુશ્મન બની જાય.
અહંકાર ના વૃક્ષ પર હમેસા વિનાશ ના ફ્ળ જ આવે છે.