ક્ષમા - Pardon
ક્ષમા હૃદયનો ધર્મ છે.
ક્ષમા વિરોનું આભુષણ છે.
ક્ષમા જ યશ છે, ક્ષમાજ ધર્મ છે, ક્ષમાથી જ સંસારનું અસ્તિત્વ છે.
ક્ષમા માં જ પાપને પુણ્ય બનાવવાની શક્તિ છે, કોઈપણ અન્ય વસ્તુ માં તે નથી.
જો માણસ પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર?
ક્ષમા આપવી ઉતમ છે, પણ ભૂલી જવું એના કરતા પણ વધુ ઉતમ છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડમ્બના જ છે.
ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમાંર્થોનું આભુષણ છે.
જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બલની વાતો સહન કરે છે, તેને સર્વ શ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
સજ્જન પુરુષો ક્ષમા વડેજ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શુરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ના આપી શકે, તે તેના સ્વભાવ માં જ નથી.
ક્ષમાવાન પુરુષને આલોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આલોકમાં સમ્માન અને પરલોકમાં સદગતી પામે છે.
બસ આજ છે દુનિયા નો રૂલ કોઈ બીજુ મલી જાય એટલે તમારા દાંડિયા ડુલ.
ઈચ્છાશક્તિ અને ત્યાગ વગર કશું જ મેળવી શકાતું નથી.
કોઈ સિદ્ધિ મેળવવા માટે કઈંક તો ત્યાગવું જ પડે છે.
ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તોજ પ્રગટાવવું હિતકર છે.