સાહસ | પરાક્રમ | Brave | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સાહસ - પરાક્રમ


થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે.

માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.


કમજોરીનો ઈલાજ તેની ચિંતા કરવામાં નથી પણ શક્તિનો વિચાર કરવામાં છે.

જેમ ધુમાડો વાયુને વશ થઇ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતાને અનુસરે છે.

કાયર મનુષ્ય મૃત્યુ પહેલા અનેક વાર મૃત્યુ પામે છે, જયારે વીર પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે.

દરેક મુશ્કેલી થી લડતા શીખ, આસું ઓન પીઇ ને હસતા શીખ,
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની, આ દુનિયા તકલીફ નો સાગર છે,
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.

સંકટના સમયે હિમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે.

સંકટોથી બચવા નહિ પરંતુ સંકટનો બહાદુરી પૂર્વક સામનો કરી શકીએ તે માટે પ્રાર્થના કરવી જોઈએ.

હિમત એટલે શું ? તેનો અર્થ જ એ છે કે પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.

જે બીજા પર વિજય પામે છે તે હિમતવાન છે પણ જે પોતાની પર વિજય પામે છે તે જ સાચો વીર છે.

પોતાની જાતને વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કાર્ય કરવો તે જ વીરતા છે. તે જ સાચું  પરાક્રમ છે.

મારવામાં તો પશુતા છે પણ જે સ્વયં મૃત્યુ પામવાનું સાહસ ધરાવે છે તે જ સાચો વીર છે.

ઓછી વિચારવાની ક્ષમતા અને સ્વભાવ ના વર્તન ની અજ્ઞાનતા એં માનવ ના વિનાશ ના બે મુખ્ય કારણ છે.

જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.

સફળતા કોઇની જાગીર નથી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.