ધન | Money | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધન - Money

ધનની ત્રણ ગતિઓ છે: દાન, ભોગ અને નાશ. જે આપતો નથી કે ભોગવતો નથી તે ધન ની ત્રીજી ગતિ થાય છે.

ધન સૌથી મોટી ઉપાધી છે, માનવી ધનવાન થાય છે કે તરત જ બદલાઈ જાય છે.


ધન વડે ફક્ત બે જ વસ્તુ પ્રાપ્ત થાય છે: ભય અને દુ:ખ.

ધનના લોભિયાને માટે કોઈ વડીલ નથી અને કોઈ સંબંધી નથી.

પોતાની જરૂરિયાતો પૂરી પડે એ ઉપરાંતનું વધારાનું ધન કશા કામનું નથી, ઉલટું તે મદાન્ધતાને જન્મ આપે છે.

લક્ષ્મી સાહસિક માનવીને વરે છે.

ધન રાષ્ટ્રનું જીવન-રક્ત છે.

બધી શુદ્ધીઓમાં ધનની પવિત્રતાજ શ્રેષ્ઠ કહેવાય છે, કેમકે જે ધનની બાબતમાં સુદ્ધાં છે તે જ વાસ્તવ માં શુદ્ધા છે.

ધન મેળવવું મુશ્કેલ છે, તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે, તેને યોગ્ય રીતે વાપરવું એ સૌથી વધુ મુશ્કેલ છે.

બસમાશની રીતે સંપતિ મેળવવી એ સહેલી વસ્તુ છે, પરંતુ સદગૃહસ્થની રીતે તેને ખર્ચી નાખવી એ વધુ અઘરું છે.

સંપતિ એક એવા પ્રકારનો અગ્નિ છે જે વ્યય થતો હોય તોય બાળે અને સંઘરી રાખો તોય બાળે એટલે જ સંતોષને સંતોએ સાચી સંપતિ માની છે.

ધનવાન કંજૂસ ગરીબ કરતા પણ વધુ ગરીબ છે.

ઉદાર હૃદય વિના ધનવાન પણ એક ભિખારી જ છે.

આળસુ અને અક્કલહીન પાસેથી લક્ષ્મી દૂર દોડી જાય છે.

"મહોરા બની જવાય છે કોઈવાર અજાણ્યા ખેલ ના..
ને કોઈવાર જાણીતા માણસો ખેલ ખેલી જાય છે ."

શાંત જળને ડહોળવા જેવાં નથી,
નાગ આ છંછેડવા જેવા નથી...!!!

વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.