નસીબ - Luck
નસીબને ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે.
નસીબ સાહસી લોકોને સહાય કરે છે.
નસીબ પર નહિ, ચારિત્ર્ય પર આધાર રાખો.
મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.
આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે.
નસીબ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે.
ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી,
પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે.
ભાગ્યમાં લખેલું હોય તેને કોઈ મિટાવી શકતું નથી.
માનવજીવન બુદ્ધીને બદલે ભાગ્યથી વધારે ચાલે છે.
પરિસ્થિતિને બદલનાર પોતાના ભાગ્યને પણ બદલી શકે છે.
પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્નેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે સદભાગ્ય હંમેશા પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે.
કોઇ પણ સંબંધ માં વિશ્વાસ ઉઠી જાય પછી...
‘તારા સમ...’ ‘મારા સમ...’ની શરુઆત થાય છે...
પત્ની જયારે પોતાની માં બનવાની ખુશ ખબર આપે,
અને તે ખબર સાંભળીને આંખમાંથી ખુશીના આશુ ટપ- ટપ પડે ત્યારે,
માણસ "પુરુષ માંથી બાપ બને છે.
સિંહ જેવા જીગર નો અભાવ છે, નહીંતર નહોર(નખ) તો બધા પાસે હોય છે;
શબરી જેવી શ્રધ્ધા ક્યાં શોધવી, નહીંતર બોર તો બધા પાસે હોય છે.