ધ્યેય | Goal | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધ્યેય - Goal

ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતા વધુ મુશ્કેલ છે.

મહાન ધ્યેય મહાન મસ્તિકની જનની છે.

ધ્યેય જેટલું મહાન, તેટલોજ તેનો માર્ગ લાંબો અને વિકટ.

આપણું ધ્યેય “સત્ય” હોવું જોઈએ “સુખ” નહિ.

નિષ્ફળતા અપરાધ નથી, નિકૃષ્ટ ધ્યેયજ અપરાધ છે.

મહાન ધ્યેય નું સર્જન મૌન માંથી થાય છે.

કર્મશક્તિ અને ઈચ્છાશક્તિ પ્રાપ્ત કરો, કઠીન પરિશ્રમ કરો તો તમે નિશ્ચિત રૂપે લક્ષ્ય ઉપર પહોચી જશો.

તમારા લક્ષ્યને ભૂલી ના જાઓ, નહીતર તમને જે કઈ મળશે તેનાથી સંતોષ માનવા લાગશો.

લક્ષ્યને જ પોતાનું જીવન કાર્ય સમજો, દરેક ક્ષણે એનુજ ચિંતન કરો,
તેનાજ સ્વપ્ના જુવો અને તેના જ સહેરે જીવો.

લક્ષ્યની સિદ્ધિ અન્યાય અને અનીતિથી નહિ પણ, સત્ય અને ધર્માંથી જ થઇ શકે છે.

સફળતાનું રહસ્ય એ છે કે તમારા લક્ષ્યને હમેશા તમારી નજર સમક્ષ રાખજો.

ધ્યેયહીન જીવન સુકાની વિનાની હોળી જેવું છે.

પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી છે.

નીયમ છે દોસ્તો કુદરતનો કે,
જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા જુના કાંડ બહાર આવે

જરૂરી નથી બધે તલવારો લઇને ફરવુ, ધારદાર ઇરાદાઓ જ વિજેતા બનાવે છે જીવનમાં..!!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.