સંકલ્પ પ્રતિજ્ઞા નિર્ણય | Pledge pledge decision | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સંકલ્પ - પ્રતિજ્ઞા -  નિર્ણય

સંકલ્પ વિના માનવીના જીવનમાં ક્યારેય  ટેક આવતી નથી અને ટેક પેદા વિના જીવનની ઉન્નતિ થતી નથી.

માણસ પ્રથમ સંકલ્પ કરે છે પછી સંકલ્પ માણસનું જીવન ઘડે છે.

સારું કામ કરવા માટે ધન કરતાં પણ વધુ સરળ હૃદય અને સંકલ્પની જ જરૂર છે.

મહાન સંકલ્પ જ મહાન કાર્યોનો જનક હોય છે.

આ જગતમાં બધું આપણા સંકલ્પ દ્વારા જ નાનું કે મોટું બને છે.

જે મનુષ્ય પોતાના નિશ્ચયમાં દ્રઢ અને અટલ હોય તે મનુષ્ય દુનિયાને પોતાની રીતે બદલી શકે છે.

નિશ્ચય જ સારામાં સારી અને સાચામાં સાચી ચતુરાઈ છે.

મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે.

મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોની ઈચ્છાઓ.

મોટા મોટા મહાન સંકલ્પો આવેગમાં જ જન્મ લે છે.

પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરના જહાજ જેવું છે જાણે કે કાગળના જહાજ જેવું !

આપણે સતત બૂરખો ઓઢીને જીવ્યા છીએ. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે એક જ ચહેરાથી જીવીશું ને જે છીએ તે જ દેખાવાનો અભિગમ દાખવીશું.

કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવાને માટે ત્રણ વસ્તુની જરૂર છે - અનુભવ, જ્ઞાન અને નિર્ણયને અભિવ્યક્ત કરવાની ક્ષમતા.

સંકલ્પ એટલે કાર્યશીલ ચારિત્ર્ય.

સંકલ્પ એ સંકલ્પકર્તા માટે દીવાદાંડીનું કામ કરે છે જે તેને બતાવે છે કે હજી તે કેટલે દૂર છે અને ત્યાં કેવી રીતે પહોંચવું.

સંકલ્પવાન માણસ નિષ્ફળ જાય તો પણ હતાશ થતો નથી.

ઈચ્છાનું મૂળ સંકલ્પ છે. આથી મનુષ્ય જેવો સંકલ્પ કરે છે તેવી ઈચ્છા કરે છે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો રહે છે.

સંકલ્પથી જ મનની ઉપર વિજય મળી શકે છે.

તમે જગતમાં ભલાઈ ન કરી શકો તો કાંઈ નહિ પણ બૂરાઈ તો કદી કરશો નહિ.

આળસુ અંતે અળખામણો થાય છે.

ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.