વ્યવહાર | Transaction | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વ્યવહાર


વ્યવહારમાં સુખી રહેવું હોય તો એટલા જ પગ પ્રસારવા કે જેટલી ચાદર લાંબી હોય.

વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ.

ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો, કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.

નાનાં છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.

બીજાના દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું.

વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન આ ચારેય અફળ અને દુ:ખદાયી છે.

સારા વર્તનથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઇ જાય છે.

આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સામે યમરાજ જેવું વર્તન કરીએ છીએ.

બધાને પ્રેમ કરો, થોડાક પર વિશ્વાસ કરો, અન્યાય કોઈને ન કરો.

ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો. જે વ્યવહાર પોતાને પ્રતિકૂળ સમજાય તે બીજાની સાથે પણ ન કરો.

સામાન્ય મનુષ્યો સાથે કરેલા વ્યવહાર પરથી મહાપુરુષો એમની મહત્તાનો પરિચય આપે છે.

જેવી રીતે ખરાબ વ્યવહાર ચેપી હોય છે. તેવી જ રીતે સારો વ્યવહાર પણ ચેપી હોય છે.

આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.

પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો. પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો.

મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે.

આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે.

પત્ની મનપસંદ મિલ સકતી હે ..
પર માં તો પુણ્ય સે હી મિલતી હે …

લક્ષ હીન મનુષ્ય નું જીવન કોડી તુલ્ય છે.

વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.

Like and Follow this blog and share with your friends.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.