પુષ્પ - Flower
સૌન્દર્યના નાશવંત સ્વરૂપનું પ્રતિક સમજવા માટે પરમાત્માએ ફૂલો સર્જ્યા છે.
ફૂલો પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અજવાળતા તારાઓ છે.
પુષ્પ હૃદયની મૌન વાણી છે.
પુષ્પ સંસારની શોભા છે.
ફૂલ પ્રકૃતિની ઉદારતાનું દાન છે. તેમને સૂંઘવાથી હૃદય પવિત્ર અને મસ્તિષ્ક પ્રફુલ્લ બને છે.
પ્રેમની સાચી ભાષા પુષ્પો છે.
જીવન એક પુષ્પ છે, પ્રેમ એની સૌરભ છે.
પરમાત્માના પ્રભુત્વનું દર્શન અને તેની ભલાઈનું રહસ્ય સુંદર પુષ્પો દ્વારા પામી શકાય છે.
પ્રકાશ જયારે કાળા વાદળોને ચુંબન કરે છે ત્યારે સ્વર્ગના ફૂલ બને છે.
પુષ્પ દેવમુગટ છે.