બુદ્ધિ | Talent | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

બુદ્ધિ - Talent

તૈયારી વગર કામનો પ્રારંભ ન કરવો અને જો કામ શરુ જ કર્યું હોય તો તેને પૂર્ણ કરીને છોડવું એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે.

જેની પાસે  બુદ્ધિ છે, તેની પાસે બધું જ છે; પરંતુ મૂર્ખની પાસે બધું જ હોવા છતાં કશું જ નથી.

જેનામાં બુદ્ધિ નથી તે શીંગડા વિનાના પશુ જેવો છે.

તકલીફ ઉઠાવવાની અખૂટ તાકાત એ જ બુદ્ધિમત્તા છે.

થોડું વાંચવું ને વધુ વિચારવું,થોડું બોલવું ને વધુ સંભાળવું એ જ બુદ્ધિમાન બનવાનો  ઉપાય છે.

જે પોતાના જ્ઞાનને આચરણમાં મુકે છે તે જ  બુદ્ધિમાન છે.

શરીર પાણીથી, મન સત્યથી, આત્મા ધર્મથી, અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે.

માનવીની બૌધિક શક્તિ માત્ર ગ્રહણ કરવા પુરતી માર્યાદિત નથી, તે ચૈત્ન્યાત્મક અને સર્જનાત્મક પણ છે.

પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પડી શકે, જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.

જે બીજાને જાણે છે તે શિક્ષિત છે, પણ પોતાને ઓળખે છે તે બુદ્ધિમાન છે.

જો બુદ્ધિ રૂપી હોડી મનરૂપી પવનને વશ થાય, તો તે તારી શકે નહિ, પણ ડુબાડી દે.

જે ઘરમાં દિકરી અને વઉ નો ખીલખીલાટ હસવાનો અવાજ આવતો હોયને એ ઘરમાં ક્યારેય વાસ્તુદોષ નો નડે.

આંખો બંધ કરી દેવાથી મુસીબત જતી નથી,
                 અને
મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતીં નથી....!!!

જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઈ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાનાં સારાં લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યારથી સવાર.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.