શત્રુ | Enemy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

શત્રુ - Enemy

ઘરનું માણસ જયારે દુશ્મનાવટ કરવા બહાર પડે છે,
ત્યારે તે બહારના દુશ્મન કરતા પણ વિશેષ ભયંકર બની જાય છે.


જે આગ તમે તમારા દુશ્મન માટે સળગાવો છો તે તેના કરતા તમને વધુ દઝાડે છે.


માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે.


કોઈ પણ શત્રુ નાનો નથી હોતો.


શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો.


આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.


આપણા વાસ્તવિક શત્રુ ત્રણ છે: દરિદ્રતા, રોગ અને મૂર્ખતા. 


એવા વીરને ધન્ય છે જે આ ત્રણેયની વિરુદ્ધ યુધ્ધે ચડે છે.


મૂર્ખ મિત્ર કરતા બુદ્ધિમાન શત્રુ સારો હોય છે.

કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી.


શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારના કારણે જ હોય છે.


આળસ જ મનુષ્યના શરીરમાં રહેનાર મોટામાં મોટો શત્રુ છે.


જાતજાતના કુવિચાર  એ આપણા શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે.


શત્રુતાને કરને ઉત્પન્ન થતી આગ એક પક્ષને સંપૂર્ણપણે નષ્ટ કર્યા વિના શાંત થતી નથી.


ભૂતકાળની યાદમાં અને ભવિષ્યકાળના પ્લાનમાં વર્તમાન બગડી ન જાય  તેનું  ખાસ ધ્યાન રાખજો.


જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે.


શાંતિ સમાન કોઈ તપ નથી,  સંતોષથી આગળ કોઈ સુખ નથી,  તૃષ્ણાથી આગળ કોઈ બીજો વ્યાધી નથી અને દયાથી આગળ કોઈ ધર્મ નથી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.