શાંતિ । Peace | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

શાંતિ

શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકૃતિ છે.

શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.

શાંતિનો વિજય પણ યુધ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી.

જ્યાં બુદ્ધિ શાસન કરે છે ત્યાં શાંતિમાં વૃદ્ધિ થાય છે.

જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધા જ સદગુણ વ્યર્થ છે.

જો તમારા અંતરમાં શાંતિ નહિ હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી.

ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યા ગયા છે તેને સદાયે શાંતિ જ છે.

જયારે હૃદય અને મન બંને શાંતિમાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આરામ મળી આવે છે.

મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ્ય કરતા ઘણું વધારે છે.

જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઇ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.

મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહિ પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ.

શાંતિનો મૂળ આધાર શક્તિ છે.  

દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.

સ્થગિત થઈને જીવે તે કેલેન્ડર,  પ્રગતિશીલ થઈને જીવે તે માણસ.

સત્યકાર્યનો કદી નાશ થતો નથી. વિનય દર્શાવનાર વિનય પ્રાપ્ત કરે છે. દયા રાખનાર સ્નેહ મેળવે છે. અન્યને આપેલો આનંદ કદી વ્યર્થ જતો નથી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.