કીર્તિ | નામના | યશ | Fame | Named | Yash |Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ - નામના - યશ

બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા યોગ્ય બનવાનો પ્રયાસ કરવો એ જ સાચી પ્રતિષ્ઠાનો માર્ગ છે. 

છાનું છપનું ભલું કરજો અને કીર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજો.

બધા પ્રકારની કીર્તિ જોખમી છે. સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે.

પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે.

જીવનનો એક યશપૂર્ણ કલાક કીર્તિરહિત યુગોથી વધુ ચઢિયાતો છે.

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

જેની કીર્તિ નષ્ટ થઇ જાય છે તેનું જીવન જ નષ્ટ થઇ જાય છે.

પ્રતિષ્ઠા મેળવવા વર્ષો મહેનત કરવી પડે છે જયારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે.

જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી છે.

કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.

આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે.

કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.

ધન અને સ્ત્રી છોડવા સહેલા છે પણ પ્રતિષ્ઠાનો મોહ છોડવો મુશ્કેલ છે.

તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો તે ચાલશે પણ પ્રતિષ્ઠાને પાત્ર બન્યા વિના જ પ્રતિષ્ઠા મળે તો તે નુકશાનકારક છે.

નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો તેવી જ આવવાની છે.

કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્યક્તિએ ખોવી ન જોઈએ.

દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.

જો નસીબમાં હોઈ કંકર, તો શું કરે શંકર?

બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, તેનાથી વધુ તો તે બનાવે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.