અવસર તક | Opportunity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અવસર તક

નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.

બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઉભી કરે છે.

કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી.

ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.

સૌથી મોટું નુકશાન શું છે? અવસર ચુકી જવો તે.

ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે.

અવસર વગર બોલવું વ્યર્થ છે.

તક ભાગ્યે જ બીજી વાર મળે છે.

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે .

જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.

બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે.

એક મોટી તક આવી પહોચે તેની રાહ જોવાને બદલે નાની નાની તકોને ઝડપી લઈએ તો આપણે મંઝીલ સુધી પહોચી શકીએ છીએ.

આ જગતમાં યોગ્યતા કરતા ઘણી વધુ તકો છે.

તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી.

અવસર ચુકી જનારને પછ્તાવું પડે છે.

સફરતા નું રહસ્ય એ છે કે , તમારા લક્ષને હમેશા તમારી નજર સમક્ષ રાખો …

ઈમાનદાર હોવાનો અર્થ, હઝાર મણકાઓ માંથી અલગ ચમકતો હીરો.

કામમાં ઈશ્વરનો સાથ માંગો, પરંતુ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.