મિત્ર | Friend | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મિત્ર - Friend

મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.

મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખા સુદુ:ખ વાળાઓની સાથે જ થાય છે.

સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.

માનવીનો સાચો મિત્ર તેની દશ આંગળીઓ છે.

મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.

જીવનમાં મિત્રતાથી અધિક પ્રસન્નતા બીજી કોઈ નથી.

મિત્રતાનો સર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ.

મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ એટલે સુખમાં પાછળ અને દુ:ખમાં આગળ રહે.

મિત્રતા ધીરજથી કરો પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.

મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

સફળતા, ઉપયોગીતા અને સુખનો આધાર ઘણે અંશે મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.

મિત્ર અને મંત્ર પર કદી અવિશ્વાસ ન રાખશો. 

બે શરીર અને એક મન મળીને મૈત્રી સર્જાય છે.

તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો.

મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

મેઘની સમાન જળ નહીં, આત્મબળ સમાન કોઈ બળ નહીં,નેત્રની સમાન કોઈ તેજ નહીં અને અન્નની સમાન કોઈ પ્રિય નહીં.

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે...
        લોકો સાચું મનમાં બોલે છે, અને…

       ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.