ગુરુ શિક્ષક | Guru Teacher | New Suvichar | Latest Suvichar | Gujarati Suvichar


ગુરુ - શિક્ષક


ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઇ શકે છે.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.

'ગુ' શબ્દનો અર્થ છે - 'અંધકાર' અને 'રુ' શબ્દનો અર્થ છે - 'તેનો નાશ કરનાર'. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે.

સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે.

શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.

આપણો જન્મ આપણા માતા-પિતાને આભારી છે પણ આપણું જીવન આપણા શિક્ષકને આભારી છે.

શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ.

શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે.

એક આચાર્ય નિશાળને રળિયામણી બનાવે, બીજો આચાર્ય શાળાને દયામણી બનાવે.

પ્રધાનઆચાર્યોના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી.

શિક્ષક અનંતકાળને પ્રભાવિત કરે છે, તે ખુદ પણ જાણી શકતો નથી કે તેનો પ્રભાવ ક્યાં સુધી પહોંચે છે.

શિક્ષક સતત શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.

શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.
સંતપુરુષો સો યુગના શિક્ષક છે.
ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.

મનને બે ઘડી શાંત કરવાનું અને ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન.

કામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે જેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે એક શિક્ષક જ સમર્થ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.