Happy - Sad | હર્ષ – શોક | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

હર્ષ – શોક

હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે તેમજ તેને દીર્ઘાયુષ્ય બક્ષે છે.

એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે.

જયારે પિતા પુત્રને કઈ આપે છે ત્યારે બંને ખુશ થાય છે, પરંતુ જયારે પુત્ર પિતાને કઈ આપે છે ત્યારે બંનેના આંખમાંથી આંસુ સરી પડે છે (ખુશીના આંસુ).

વનસ્પતિ સૃષ્ટિ માટે જેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે તેટલું જ હાસ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

હાસ્ય વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનું હાસ્ય અર્થશૂન્ય છે. 

આ ક્ષણ માટે ખુશ થાઓ કારણકે આ ક્ષણ જ જીવન છે.

હાસ્ય એ જીવનનો રસ છે.

એવું જ હસવું કે જેની પર કોઈ હશે નહિ. 

આપણા આંસુને કોઈ સમજીના શકે, અને જે સમજે તે કદી રડવા નહિ દે.

પોતાની જાત સાથે જે હસી શકે છે તેની સામે કે તેની પાછળ બીજા કોઈ હસતાં નથી. 

જેમ સમુદ્રમાં આવેલી ભરતી કે ઓટને રોકી નથી શકાતા તે જ રીતે હૈયામાં આવેલા હર્ષ કે શોકને રોકી નથી શકાતા.

જો તમે હસશો તો આખું જગત તમારી સાથે હસશે પણ જો તમે રડશો તો તમારે એકલાએ જ આંસુ સારવા પડશે.

જનારા પાછળ આંસુના ટીપાં પાડનારા હજી મળે છે પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા કોઈ મળતા નથી.

વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ. 

હાસ્ય વગરનું જગત વિનાશને પાત્ર છે. 

હાસ્ય એ સસ્તા માં સસ્તી દવા છે.

સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે, અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે.

દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે. 

શ્રદ્ધા અને ઉત્સાહ સફળતાની બે ચાવી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.